1રોગચાળો બંધ થઈ ગયા પછી યહોવાએ મૂસાને તથા યાજક હારુનના પુત્ર એલઆઝારને કહ્યું,And it came to pass after the plague, that the LORD spake unto Moses and unto Eleazar the son of Aaron the priest, saying,
2“ઇસ્રાએલમાં જેઓ વીસ વર્ષ કે તેનાથી મોટી વચના છે, તેઓની વસ્તી ગણતરી કર, તથા પ્રત્યેક કુળ અને ગોત્રમાંથી જે લોકો લશ્કરમાં નોકરી કરવા લાયક હોય તે સર્વની કુટુંબવાર ગણતરી કર.”Take the sum of all the congregation of the children of Israel, from twenty years old and upward, throughout their fathers' house, all that are able to go to war in Israel.
3તેથી યર્દન નદીને કિનારે યરીખો સામે, મોઆબના મેદાનમાં મૂસાએ અને યાજક એલઆઝારે ઇસ્રાએલના આગેવાનોને જણાવ્યું,And Moses and Eleazar the priest spake with them in the plains of Moab by Jordan near Jericho, saying,
4“યહોવાએ મૂસાને આજ્ઞા આપી છે તે પ્રમાંણે વીસ વર્ષ અને તેનાથી વધારે ઉમરના પુરુષોની વસ્તી ગણતરી કરો.” મિસરમાંથી આવેલા જે ઇસ્રાએલીઓ છે તે નીચે મુજબ છે:Take the sum of the people, from twenty years old and upward; as the LORD commanded Moses and the children of Israel, which went forth out of the land of Egypt.
5ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો:હનોખનું કુટુંબ. પાલ્લૂનું કુટુંબ.Reuben, the eldest son of Israel: the children of Reuben; Hanoch, of whom cometh the family of the Hanochites: of Pallu, the family of the Palluites:
6હેસ્રોનનું કુટુંબ. અને કાર્મીનું કુટુંબ.Of Hezron, the family of the Hezronites: of Carmi, the family of the Carmites.
7રૂબેનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં, તેમની કુળ સંખ્યા 43,730ની હતી.These are the families of the Reubenites: and they that were numbered of them were forty and three thousand and seven hundred and thirty.
8પાલ્લૂના વંશજો: અલીઆબ,And the sons of Pallu; Eliab.
9અને તેના પુત્રો: નમુએલ, દાથાન, અને અબીરામ. દાથાન અને અબીરામ એટલે મૂસાની અને હારુનની સામે બંડ પોકારનાર પંચાચતના સભ્યો, કોરાહે અને તેની ટોળકીએ યહોવા સામે બળવો કર્યો ત્યારે એમણે તેઓને સાથ આપ્યો હતો.And the sons of Eliab; Nemuel, and Dathan, and Abiram. This is that Dathan and Abiram, which were famous in the congregation, who strove against Moses and against Aaron in the company of Korah, when they strove against the LORD:
10પરંતુ પૃથ્વીએ પોતાનું મુખ ખોલ્યું અને તેઓને ગળી ગઈ; તથા સમગ્ર પ્રજાને ચેતવણી મળે તે માંટે તે જ દિવસે યહોવાના અગ્નિએ 250 માંણસોને ભસ્મીભૂત કર્યા હતા.And the earth opened her mouth, and swallowed them up together with Korah, when that company died, what time the fire devoured two hundred and fifty men: and they became a sign.
11તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.Notwithstanding the children of Korah died not.
12શિમયોનના કુળસમૂહો:નમુએલનું કુટુંબ. યામીનનું કુટુંબ.યાખીનનું કુટુંબ,The sons of Simeon after their families: of Nemuel, the family of the Nemuelites: of Jamin, the family of the Jaminites: of Jachin, the family of the Jachinites:
13ઝેરાહનું કુટુંબ. શાઉલનું કુટુંબ.Of Zerah, the family of the Zarhites: of Shaul, the family of the Shaulites.
14શિમયોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં જેમની કુલ સંખ્યા 22,200ની હતી.These are the families of the Simeonites, twenty and two thousand and two hundred.
15ગાદના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી ગોત્રો હતા.સફોનથી સફોનીઓનું કુટુંબ.હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ.શૂનીથી શૂનીઓનું કુટુંબ.The children of Gad after their families: of Zephon, the family of the Zephonites: of Haggi, the family of the Haggites: of Shuni, the family of the Shunites:
16ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.એરીથી એરીઓનું કુટુંબ.Of Ozni, the family of the Oznites: of Eri, the family of the Erites:
17અરોદથી અરોદીઓનું કુટુંબ.આરએલીથી આરએલીઓનું કુટુંબ.Of Arod, the family of the Arodites: of Areli, the family of the Arelites.
18આ ગાદના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા જેમની કુલ સંખ્યા 40,500ની હતી.These are the families of the children of Gad according to those that were numbered of them, forty thousand and five hundred.
19યહૂદાના કુળસમૂહનાં કુટુંબો:એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા.પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.The sons of Judah were Er and Onan: and Er and Onan died in the land of Canaan.
20યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા:શેલાથી શેલાનીઓનું કુટુંબ.પેરેસથી પેરેસીઓનું કુટુંબ.ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.પેરેસના કુટુંબોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાંવેશ થાય છે.And the sons of Judah after their families were; of Shelah, the family of the Shelanites: of Pharez, the family of the Pharzites: of Zerah, the family of the Zarhites.
21પેરેસના પુત્રોનાં નામ ઉપરથી પણ કુટુંબોના નામ આવ્યા:હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ.તેઓના પૂર્વજ હેસ્રોનના નામ ઉપરથી જ આ નામ હતું. હામૂલથી હામૂલીઓનું કુટુંબ.And the sons of Pharez were; of Hezron, the family of the Hezronites: of Hamul, the family of the Hamulites.
22આ યહૂદાના કુળસમૂહનાં કુટુંબો છે; તેઓની કુળ સંખ્યા 76,500 હતી.These are the families of Judah according to those that were numbered of them, threescore and sixteen thousand and five hundred.
23ઈસ્સાખારના કુળસમૂહમાં તેના દીકરાઓનાં નામ ઉપરથી કુટુંબો હતા:તોલાથી તોલાઈઓનું કુટુંબ.પૂઆહથી પૂઆહથીઓનું કુટુંબ.Of the sons of Issachar after their families: of Tola, the family of the Tolaites: of Pua, the family of the Punites:
24યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ.શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ.Of Jashub, the family of the Jashubites: of Shimron, the family of the Shimronites.
25આ ઈસ્સાખારના કુળસમૂહોનાં કુટુંબો છે; તેઓની કુળસંખ્યા 64,300ની છે.These are the families of Issachar according to those that were numbered of them, threescore and four thousand and three hundred.
26ઝબુલોનના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:સેરેદથી સેરેદીઓનું કુટુંબ.એલોનથી એલોનીઓનું કુટુંબ.યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ.Of the sons of Zebulun after their families: of Sered, the family of the Sardites: of Elon, the family of the Elonites: of Jahleel, the family of the Jahleelites.
27ઝબુલોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. એમની કુલ સંખ્યા 60,500ની હતી.These are the families of the Zebulunites according to those that were numbered of them, threescore thousand and five hundred.
28યૂસફના કુળસમૂહમાં તેના પુત્ર મનાશ્શા અને એફ્રાઈમના પુત્રોના નામ ઉપરથી કુટુંબો હતા.The sons of Joseph after their families were Manasseh and Ephraim.
29મનાશ્શાનાં વંશનાં કુટુંબો:માંખીરથી માંખીરીઓનું કુટુંબ.Of the sons of Manasseh: of Machir, the family of the Machirites: and Machir begat Gilead: of Gilead come the family of the Gileadites.
30માંખીરના પુત્ર ગિલયાદમાંથી આટલાં કુટુંબો ઊતરી આવે છે:ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ.હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અનેThese are the sons of Gilead: of Jeezer, the family of the Jeezerites: of Helek, the family of the Helekites:
31આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ.અને શખેમથી શખેમીઓનું કુટુંબ.And of Asriel, the family of the Asrielites: and of Shechem, the family of the Shechemites:
32શમીદાથી શમીદાઈઓનું કુટુંબ.હેફેરથી હેફેરીઓનું કુટુંબ.And of Shemida, the family of the Shemidaites: and of Hepher, the family of the Hepherites.
33હેફેરના પુત્ર સલોફહાદને પુત્ર નહોતા, તેની પુત્રીઓનાં નામ આ પ્રમાંણે છે:માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ.And Zelophehad the son of Hepher had no sons, but daughters: and the names of the daughters of Zelophehad were Mahlah, and Noah, Hoglah, Milcah, and Tirzah.
34મનાશ્શાના કુળસમૂહના આટલાં કુટુંબો હતા:તેમની કુલ સંખ્યા 52,700 ની હતી.These are the families of Manasseh, and those that were numbered of them, fifty and two thousand and seven hundred.
35એફ્રાઈમના કુળસમૂહના કુટુંબો તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ.બેખેરથી બેખેરીઓનું કુટુંબ.તાહાનથી તાહાનીઓનું કુટુંબ.These are the sons of Ephraim after their families: of Shuthelah, the family of the Shuthalhites: of Becher, the family of the Bachrites: of Tahan, the family of the Tahanites.
36શૂથેલાહના વંશજો.એરાનથી એરાનીઓનું કુટુંબ.And these are the sons of Shuthelah: of Eran, the family of the Eranites.
37એફ્રાઈમના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતાં. એમની સંખ્યા 32,500ની હતી. આ બધાં યૂસફના કુળસમૂહોનાં કુટુંબો છે.These are the families of the sons of Ephraim according to those that were numbered of them, thirty and two thousand and five hundred. These are the sons of Joseph after their families.
38બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં:બેલાથી બેલાઈઓનું કુટુંબ.આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.અહીરામથી અહીરામીઓનું કુટુંબ.The sons of Benjamin after their families: of Bela, the family of the Belaites: of Ashbel, the family of the Ashbelites: of Ahiram, the family of the Ahiramites:
39શફુફામથી શુફામીઓનું કુટુંબ.હુફામથી હૂફામીઓનું કુટુંબ.Of Shupham, the family of the Shuphamites: of Hupham, the family of the Huphamites.
40બેલાના વંશાનાં કુટુંબો:આર્દથી આર્દીઓનું કુટુંબ.નામાંનથી નામાંનીઓનું કુટુંબ.And the sons of Bela were Ard and Naaman: of Ard, the family of the Ardites: and of Naaman, the family of the Naamites.
41આ બિન્યામીનના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 45,600ની હતી.These are the sons of Benjamin after their families: and they that were numbered of them were forty and five thousand and six hundred.
42દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું:શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું.These are the sons of Dan after their families: of Shuham, the family of the Shuhamites. These are the families of Dan after their families.
43શૂહામના કુળસમૂહના સભ્યોની કુલ સંખ્યા 64,400ની હતી.All the families of the Shuhamites, according to those that were numbered of them, were threescore and four thousand and four hundred.
44આશેરના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા.યિમ્નાહથી યિમ્નીઓનું કુટુંબ.યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ. તેઓનાં પૂર્વજ યિશ્વીના નામ ઉપરથી હતું.બરીઆહ બહીઆહીઓનું કુટુંબ.Of the children of Asher after their families: of Jimna, the family of the Jimnites: of Jesui, the family of the Jesuites: of Beriah, the family of the Beriites.
45બહીઆહના વંશનાં કુટુંબો. તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.હેબેરથી હેબેરીઓનું કુટુંબ.માંલ્કીએલથી માંલ્કીએલીઓનું કુટુંબ.Of the sons of Beriah: of Heber, the family of the Heberites: of Malchiel, the family of the Malchielites.
46આશેરને એક પુત્રી હતી, જેનું નામ સેરાહ હતું.And the name of the daughter of Asher was Sarah.
47આ આશેરના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 53, 400ની હતી.These are the families of the sons of Asher according to those that were numbered of them; who were fifty and three thousand and four hundred.
48નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ.ગૂનીથી ગુનીઓનું કુટુંબ.Of the sons of Naphtali after their families: of Jahzeel, the family of the Jahzeelites: of Guni, the family of the Gunites:
49યેસેરથી યેસેરીઓનું કુટુંબ.શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.Of Jezer, the family of the Jezerites: of Shillem, the family of the Shillemites.
50નફતાલીના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. જેમની કુલ સંખ્યા 45,400ની હતી.These are the families of Naphtali according to their families: and they that were numbered of them were forty and five thousand and four hundred.
51ઇસ્રાએલના કુલ વંશજો 6,01,730 હતા, જે યુદ્ધમાં જઈ શકે તેવા હતા.These were the numbered of the children of Israel, six hundred thousand and a thousand seven hundred and thirty.
52પછી યહોવાએ મૂસાને કહ્યું,And the LORD spake unto Moses, saying,
53“વસ્તી ગણતરીના આધારે કુળસમુહોને આ જમીન તેમની સંખ્યાના પ્રમાંણમાં વહેંચી આપવાની છે.Unto these the land shall be divided for an inheritance according to the number of names.
54જેમની સંખ્યા મોટી છે તેમને વધુ જમીન આપવાની છે, જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે.To many thou shalt give the more inheritance, and to few thou shalt give the less inheritance: to every one shall his inheritance be given according to those that were numbered of him.
55પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે.Notwithstanding the land shall be divided by lot: according to the names of the tribes of their fathers they shall inherit.
56પ્રત્યેક વંશને ચિઠ્ઠીના આધારે જમીન મળશે. તેથી જમીન દરેક કુટુંબને મળશે ભલે તે નાનું હોય કે મોટું.”According to the lot shall the possession thereof be divided between many and few.
57લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા:ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ.મરારીનું કુટુંબ,And these are they that were numbered of the Levites after their families: of Gershon, the family of the Gershonites: of Kohath, the family of the Kohathites: of Merari, the family of the Merarites.
58લેવીઓનાં કુળસમુહોમાંથી બીજાં કુટુંબો નીચે મુજબ છે:લીબ્નીનું કુટુંબ. હેબ્રોનનું કુટુંબ.માંહલીનું કુટુંબ. મૂશીનું કુટુંબ.તથા કોરાહનું કુટુંબ.These are the families of the Levites: the family of the Libnites, the family of the Hebronites, the family of the Mahlites, the family of the Mushites, the family of the Korathites. And Kohath begat Amram.
59કહાથનો પુત્ર આમ્રામ હતો. આમ્રાનની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીની પુત્રી હતી. અને મિસરમાં જન્મી હતી, તેનાથી આમ્રાનને હારુન, મૂસા અને તેમની બહેન મરિયમ જન્મ્યાં હતા.And the name of Amram's wife was Jochebed, the daughter of Levi, whom her mother bare to Levi in Egypt: and she bare unto Amram Aaron and Moses, and Miriam their sister.
60હારુનના પુત્ર નાદાબ અબીહુ, એલઆઝાર અને ઈથામાંર હતા.And unto Aaron was born Nadab, and Abihu, Eleazar, and Ithamar.
61નાદાબ અને અબીહૂ નિષિદ્ધ અગ્નિ યહોવા સમક્ષ અર્પણ કરવાથી મૃત્યુ પામ્યા હતા.And Nadab and Abihu died, when they offered strange fire before the LORD.
62લેવી કુળસમૂહની વસ્તી ગણતરીમાં એક મહિનો અને તેનાથી વધારે ઉમરના પુરુષોની કુળ સંખ્યા 23,000 થઈ. એમની નોંધણી બીજા ઇસ્રાએલીઓ ભેગી કરવામાં ન્યોતી અવી, કારણ કે એમને જમીન મળી ન્હોતી.And those that were numbered of them were twenty and three thousand, all males from a month old and upward: for they were not numbered among the children of Israel, because there was no inheritance given them among the children of Israel.
63મૂસાએ અને યાજક એલઆઝારે યર્દન નદીને કાંઠે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓની વસ્તી ગણતરી કરી ત્યારે આટલાં માંણસો નોંધાયાં હતા.These are they that were numbered by Moses and Eleazar the priest, who numbered the children of Israel in the plains of Moab by Jordan near Jericho.
64મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો.But among these there was not a man of them whom Moses and Aaron the priest numbered, when they numbered the children of Israel in the wilderness of Sinai.
65કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.For the LORD had said of them, They shall surely die in the wilderness. And there was not left a man of them, save Caleb the son of Jephunneh, and Joshua the son of Nun.