Proverbs 26 - ASV (Gujarati)
1 As snow in summer, and as rain in harvest, So honor is not seemly for a fool.જેમ ઉનાળામાં હિમ, અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂરખને સન્માન શોભતું નથી.
2 As the sparrow in her wandering, as the swallow in her flying, So the curse that is causeless alighteth not.જેમ ભટકતી ચકલી, અને જેમ ઊડતું અબાબીલ પક્ષી છે. તેમ વિનાકારણે આપેલો શાપ કોઇને માથે ઊતરતો નથી.
3 A whip for the horse, a bridle for the ass, And a rod for the back of fools.ઘોડાને માટે ચાબૂક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂખોર્ની પીઠને માટે દંડો છે.
4 Answer not a fool according to his folly, Lest thou also be like unto him.મૂર્ખને તેની મૂર્ખાઇ પ્રમાણે જવાબ ન આપવો, રખેને તું પણ તેના જેવો થઇ જાય.
5 Answer a fool according to his folly, Lest he be wise in his own conceit.મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ. જેથી તે જાણી શકે કે તે પોતાને માને છે તેટલો બુદ્ધિશાળી નથી.
6 He that sendeth a message by the hand of a fool Cutteth off `his own' feet, `and' drinketh in damage.તે વ્યકિત પોતાનો પગ કાપી નાખે છે તે પોતાની જાત સાથે હિંસા કરે છે. તેવીજ રીતે જે કોઇ મૂર્ખ મારફત સંદેશો મોકલાવે છે.
7 The legs of the lame hang loose: So is a parable in the mouth of fools.મુશ્કેલીઓ માગવા બરાબર છે. મૂર્ખના મોઢામાં શાણી વાત એ લંગડાના પગ જેવું નકામું છે.
8 As one that bindeth a stone in a sling, So is he that giveth honor to a fool.જે વ્યકિત મૂર્ખને માન આપે છે, તે વ્યકિત ગોફણનો પથ્થર બાંધે.
9 `As' a thorn that goeth up into the hand of a drunkard, So is a parable in the mouth of fools.જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખના મોઢામાં સારી વાત.
10 `As' an archer that woundeth all, So is he that hireth a fool and he that hireth them that pass by.મૂર્ખને કે એક દારૂડિયાને કામે રાખનાર કોઇને પણ વીંધનાર બાણાવાળીની જેમ સૌને નુકસાન કરે છે.
11 As a dog that returneth to his vomit, `So is' a fool that repeateth his folly.જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ કરેલી ભૂલ ફરી ફરીને કરે છે.
12 Seest thou a man wise in his own conceit? There is more hope of a fool than of him.પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસ કરતાં મૂર્ખ સારો, એને સુધરવાની વધારે આશા છે.
13 The sluggard saith, There is a lion in the way; A lion is in the streets.આળસુ બહાના કાઢે છે, “રસ્તામાં સિંહ છે, ગલીઓમાં સિંહ છે.”
14 `As' the door turneth upon its hinges, So doth the sluggard upon his bed.જેમ બારણું તેનાઁ મિજાગરાઁ પર ફરે છે, તેમ આળસુ પથારીમાં ફર્યા કરે છે.
15 The sluggard burieth his hand in the dish; It wearieth him to bring it again to his mouth.આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો; પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં થાક લાગે છે.
16 The sluggard is wiser in his own conceit Than seven men that can render a reason.હોંશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.
17 He that passeth by, `and' vexeth himself with strife belonging not to him, Is `like' one that taketh a dog by the ears.જે વ્યકિત, તેનો પોતાનો ન હોય તેવા કજિયામાં દખલ કરે છે, તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
18 As a madman who casteth firebrands, Arrows, and death,જેઓ ખોયણાં, તીર તથા પ્રાણઘાતક વસ્તુઓ ફેંકે છે તે ઘેલો માણસ છે.
19 So is the man that deceiveth his neighbor, And saith, Am not I in sport?તેવી જ વ્યકિત પોતાના પડોશીને છેતરીને, ‘એ તો હું ગમત કરતો હતો.’ એમ કહેનાર છે.
20 For lack of wood the fire goeth out; And where there is no whisperer, contention ceaseth.બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઇ જાય છે; અને કુથલી ખોર ન હોય ત્યાં કજિયા સમી જાય છે.
21 `As' coals are to hot embers, and wood to fire, So is a contentious man to inflame strife.જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાઁને સળગાવે છે; તેમ કંકાસખોર માણસ કજિયા સળગાવે છે.
22 The words of a whisperer are as dainty morsels, And they go down into the innermost parts.નિંદા કરનાર વ્યકિતના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરતમ ભાગમા ઊતરી જાય છે.
23 Fervent lips and a wicked heart Are `like' an earthen vessel overlaid with silver dross.કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીનો ઢોળ ચઢાવેલાં માટીના વાસણ જેવો છે.
24 He that hateth dissembleth with his lips; But he layeth up deceit within him:ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે. પણ પોતાની વાણીથી તેને છુપાવે છે.
25 When he speaketh fair, believe him not; For there are seven abominations in his heart:જ્યારે તે મીઠી મીઠી વાતો કરે ત્યારે વિશ્વાસ ન કરવો, કારણ, તેના હૃદયમાં ઘણી દુષ્ટ યોજનાઓ હોય છે.
26 Though `his' hatred cover itself with guile, His wickedness shall be openly showed before the assembly.વ્યકિત દંભથી તિરસ્કારને છુપાવે છે, પણ તેની દુષ્ટતા જાહેર સભા સામે ઉઘાડી પડી જશે.
27 Whoso diggeth a pit shall fall therein; And he that rolleth a stone, it shall return upon him.જે ખાડો ખોદે તે પડે, ને જો કોઇ વ્યકિત પથ્થર ગબડાવે તો તે પથ્થર ગબડીને તેના પર જ પાછો આવીને પડે.
28 A lying tongue hateth those whom it hath wounded; And a flattering mouth worketh ruin.જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેમનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યકિતને લોકો નકારે છે.
Gujarati Bible