Proverbs 18 - WEB (Gujarati)
1 An unfriendly man pursues selfishness, And defies all sound judgment.એકલો માણસ ફકત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.
2 A fool has no delight in understanding, But only in revealing his own opinion.મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, તેને ફકત પોતાના મંતવ્યોને જ રજૂ કરવા હોય છે.
3 When wickedness comes, contempt also comes, And with shame comes disgrace.જ્યારે દુરાચાર આવે છે ત્યારે ધિક્કાર તેને અનુસરે છે, અને અપકીતિર્ સાથે શરમ પણ આવે છે.
4 The words of a man's mouth are like deep waters. The fountain of wisdom is like a flowing brook.શાણી વ્યકિતની વાણી, ઊંડા પાણી, વહેતું ઝરણું અને જ્ઞાનની નદી જેવી છે.
5 To be partial to the faces of the wicked is not good, Nor to deprive the innocent of justice.ન્યાયાલયમાં દુર્જનની તરફેણ કરીને નિદોર્ષ વ્યકિતને અન્યાય કરવો એ સારું નથી.
6 A fool's lips come into strife, And his mouth invites beatings.મૂર્ખ બોલે બોલે કજિયા કરાવે છે અને શબ્દે શબ્દે ડફણાં મારે છે.
7 A fool's mouth is his destruction, And his lips are a snare to his soul.મૂર્ખની વાણી તેનો વિનાશ નોતરે છે. અને તે પોતાની શબ્દોનીજ જાળમાં સપડાય છે.
8 The words of a gossip are like dainty morsels: They go down into a person's innermost parts.કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજન જેવા હોય છે, તે તરત ગળે ઉતરી જાય છે અને શરીરના અંતરતમ ભાગમાં પહોચી જાય છે.
9 One who is slack in his work Is brother to him who is a master of destruction.વળી જે પોતાનાં કામ પ્રત્યે શિથિલ છે તે ઉડાઉનો ભાઇ છે.
10 The name of Yahweh is a strong tower: The righteous run to him, and are safe.યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે.
11 The rich man's wealth is his strong city, Like an unscalable wall in his own imagination.ધનવાન માને છે કે, મારું ધન મારું કિલ્લેબંદીવાળું નગર છે, ઊંચો કોટ છે.
12 Before destruction the heart of man is proud, But before honor is humility.અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે.
13 He who gives answer before he hears, That is folly and shame to him.સાંભળ્યા પહેલાઁ જવાબ આપવામાં મૂર્ખાઇ તથા લજ્જા છે.
14 A man's spirit will sustain him in sickness, But a crushed spirit, who can bear?હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?
15 The heart of the discerning gets knowledge. The ear of the wise seeks knowledge.બુદ્ધિશાળી વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવા મથે છે, જ્ઞાની વ્યકિતના કાન જ્ઞાન શોધે છે.
16 A man's gift makes room for him, And brings him before great men.વ્યકિતની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહત્વની વ્યકિતની સમક્ષ લઇ જાય છે.
17 He who pleads his cause first seems right; Until another comes and questions him.ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે.
18 The lot settles disputes, And keeps strong ones apart.સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે.
19 A brother offended is more difficult than a fortified city; And disputes are like the bars of a castle.દુભાયેલા ભાઇને મનાવવો ગઢ જીતવા કરતાં કપરું છે; તે કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.
20 A man's stomach is filled with the fruit of his mouth. With the harvest of his lips he is satisfied.યકિત જેવું બોલે છે તેવાં ફળ તે ભોગવે છે; પોતાની વાણીનો બદલો તેને ચોક્કસ મળશે.
21 Death and life are in the power of the tongue; Those who love it will eat its fruit.જન્મમૃત્યુ જીભના સાર્મથ્યમાં છે; અને જીભ તેને જે પ્રેમ પૂર્વક વાપરે છે, તેઓ તે પ્રમાણે બદલો મેળવે છે.
22 Whoever finds a wife finds a good thing, And obtains favor of Yahweh.જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી, અને યહોવાની કૃપા પામ્યો જાણવો.
23 The poor plead for mercy, But the rich answer harshly.ગરીબ કાલાવાલા કરે છે; પરંતુ દ્વવ્યવાન ઉદ્ધતાઇથી જવાબ આપે છે.
24 A man of many companions may be ruined, But there is a friend who sticks closer than a brother.ઘણા મિત્રો આફત લાવી શકે છે; પરંતુ એક ખાસ પ્રકારનો મિત્ર છે કે જે એક ભાઇ કરતા વધુ નિકટ છે.
Gujarati Bible