Proverbs 15 - WEB (Gujarati)
1 A gentle answer turns away wrath, But a harsh word stirs up anger.નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.
2 The tongue of the wise commends knowledge, But the mouth of fools gush out folly.જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ઊચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઇથી ઉભરાય છે.
3 Yahweh's eyes are everywhere, Keeping watch on the evil and the good.યહોવાની દ્રષ્ટિ સર્વત્ર હોય છે તે ભલા અને ભૂંડા બધાં પર લક્ષ રાખે છે.
4 A gentle tongue is a tree of life, But deceit in it crushes the spirit.ઘા રૂઝવે એવી વાણી જીવનવૃક્ષ છે, પણ વક્રવાણી આત્માને તોડી નાખે છે.
5 A fool despises his father's correction, But he who heeds reproof shows prudence.મૂર્ખ પોતાના પિતાની સૂચનાઓને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.
6 In the house of the righteous is much treasure, But the income of the wicked brings trouble.સજ્જનના ઘરમાં ધનનો ભંડાર છે. પણ દુર્જનની કમાણીમાં આફત હોય છે.
7 The lips of the wise spread knowledge; Not so with the heart of fools.જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.
8 The sacrifice made by the wicked is an abomination to Yahweh, But the prayer of the upright is his delight.દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
9 The way of the wicked is an abomination to Yahweh, But he loves him who follows after righteousness.દુષ્ટ વ્યકિતઓના આચારને યહોવા ધિક્કારે છે; પરંતુ નીતિમત્તાને માગેર્ ચાલનાર ઉપર તે પ્રેમ દાખવે છે.
10 There is stern discipline for one who forsakes the way: Whoever hates reproof shall die.સદૃમાર્ગને તજી જનારને આકરી સજા થશે. અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરી જશે.
11 Sheol and Abaddon are before Yahweh-- How much more then the hearts of the children of men!શેઓલ તથા અબદોનયહોવા સમક્ષ ખુલ્લાં છે. તો માણસોનાં હૃદય કેટલાં વિશેષખુલ્લાં હોવાં જોઇએ!
12 A scoffer doesn't love to be reproved; He will not go to the wise.તુ માખી રાખનારને કોઇ ઠપકો આપે તે ગમતું નથી. અને તે જ્ઞાની વ્યકિતની પાસે જવા પણ ઇચ્છતો નથી.
13 A glad heart makes a cheerful face; But an aching heart breaks the spirit.જો અંતરમાં આનંદ હોય તો ચહેરો પ્રફુલ્લિત રહે છે. પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.
14 The heart of one who has understanding seeks knowledge, But the mouths of fools feed on folly.જ્ઞાની વ્યકિત જ્ઞાનની ઇચ્છા રાખે છે. પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઇ છે.
15 All the days of the afflicted are wretched, But one who has a cheerful heart enjoys a continual feast.દરરોજ કોઇ વ્યકિત મુશ્કેલીમાં મૂકાય તો તે બહુ ખરાબ છે. પણ સુખી હૃદય એ સતત ચાલતી ઊજવણી છે.
16 Better is little, with the fear of Yahweh, Than great treasure with trouble.મુશ્કેલીઓ સાથેની વિપુલ સંપતિ કરતાં યહોવા પ્રત્યેના ભયની સાથે થોડું ધન હોવું વધારે ઉત્તમ છે.
17 Better is a dinner of herbs, where love is, Than a fattened calf with hatred.સરસ માંસ ધિક્કારથી ખાવાં કરતા સાદા શાકભાજી પ્રેમથી ખાવા વધારે સારા છે.
18 A wrathful man stirs up contention, But one who is slow to anger appeases strife.ગરમ મિજાજનો વ્યકિત કજિયા ઊભા કરે છે. પણ ધીરજવાન વ્યકિત બોલાચાલીને શાંત પાડે છે.
19 The way of the sluggard is like a thorn patch, But the path of the upright is a highway.આળસુ વ્યકિતનો માર્ગ કાંટાથી ભરાઇ ગયો છે; પણ સજ્જનનો માર્ગ વિઘ્નોથી મુકત છે.
20 A wise son makes a father glad, But a foolish man despises his mother.ડાહ્યો પુત્ર પિતાને સુખ આપે છે, પણ મૂર્ખ પુત્ર પોતાની માતાને ધિક્કારે છે.
21 Folly is joy to one who is void of wisdom, But a man of understanding keeps his way straight.અજ્ઞાનીને મૂર્ખાઇ આનંદરુપ લાગે છે; પણ બુદ્ધિમાન માણસ સીધે રસ્તે ચાલે છે.
22 Where there is no counsel, plans fail; But in a multitude of counselors they are established.સલાહ વગરની યોજના ધૂળમાં મળે છે, પરંતુ અનેક સલાહકાર હોય તો તે સફળ થાય છે.
23 Joy comes to a man with the reply of his mouth. How good is a word at the right time!પોતાના હાજરજવાબીપણાથી વ્યકિત ખુશ થાય છે; યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!
24 The path of life leads upward for the wise, To keep him from going downward to Sheol.જ્ઞાની માણસ માટે એક જીવન તરફ જતો રસ્તો છે જે તેને શેઓલતરફ જતા રસ્તેથી પાછો વાળે છે.
25 Yahweh will uproot the house of the proud, But he will keep the widow's borders intact.યહોવા અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.
26 Yahweh detests the thoughts of the wicked, But the thoughts of the pure are pleasing.દુષ્ટ લોકોની યોજનાઓથી યહોવા ધિક્કારે છે, પરંતુ તેમની દ્રષ્ટિએ દયાળુ શબ્દો પવિત્ર છે.
27 He who is greedy for gain troubles his own house, But he who hates bribes will live.જે લોભી છે તે પોતાના કુટુંબને માથે આફત નોતરે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તે શાંતિથી જીવે છે.
28 The heart of the righteous weighs answers, But the mouth of the wicked gushes out evil.સજ્જન જવાબ આપતાં પહેલાં વિચાર કરે છે, પણ દુર્જન પોતાના મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે.
29 Yahweh is far from the wicked, But he hears the prayer of the righteous.યહોવા પોતાને દુર્જનથી દૂર રાખે છે, પણ તે સજ્જનની પ્રાર્થના સાંભળે છે.
30 The light of the eyes rejoices the heart. Good news gives health to the bones.આંખોની ચમક જોઇ હૃદયને આનંદ થાય છે. અને શુભ સમાચાર હાડકાને તંદુરસ્ત બનાવે છે.
31 The ear that listens to reproof lives, And will be at home among the wise.જીવનપ્રદ શિખામણ સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
32 He who refuses correction despises his own soul, But he who listens to reproof gets understanding.શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે. પણ સુધરવા માટેની શિક્ષા સાંભળનાર સમજણ મેળવે છે.
33 The fear of Yahweh teaches wisdom. Before honor is humility.યહોવાથી ડરીને ચાલવું એ જ જ્ઞાનની સૂચના છે; સન્માન પામતાં પહેલા નમ્ર બનવું જરૂરી છે.
Gujarati Bible