Proverbs 15 - KJV (Gujarati)

1 A soft answer turneth away wrath: but grievous words stir up anger.નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.

2 The tongue of the wise useth knowledge aright: but the mouth of fools poureth out foolishness.જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ઊચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઇથી ઉભરાય છે.

3 The eyes of the LORD are in every place, beholding the evil and the good.યહોવાની દ્રષ્ટિ સર્વત્ર હોય છે તે ભલા અને ભૂંડા બધાં પર લક્ષ રાખે છે.

4 A wholesome tongue is a tree of life: but perverseness therein is a breach in the spirit.ઘા રૂઝવે એવી વાણી જીવનવૃક્ષ છે, પણ વક્રવાણી આત્માને તોડી નાખે છે.

5 A fool despiseth his father's instruction: but he that regardeth reproof is prudent.મૂર્ખ પોતાના પિતાની સૂચનાઓને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.

6 In the house of the righteous is much treasure: but in the revenues of the wicked is trouble.સજ્જનના ઘરમાં ધનનો ભંડાર છે. પણ દુર્જનની કમાણીમાં આફત હોય છે.

7 The lips of the wise disperse knowledge: but the heart of the foolish doeth not so.જ્ઞાની વ્યકિતની વાણી જ્ઞાન ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.

8 The sacrifice of the wicked is an abomination to the LORD: but the prayer of the upright is his delight.દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.

9 The way of the wicked is an abomination unto the LORD: but he loveth him that followeth after righteousness.દુષ્ટ વ્યકિતઓના આચારને યહોવા ધિક્કારે છે; પરંતુ નીતિમત્તાને માગેર્ ચાલનાર ઉપર તે પ્રેમ દાખવે છે.

10 Correction is grievous unto him that forsaketh the way: and he that hateth reproof shall die.સદૃમાર્ગને તજી જનારને આકરી સજા થશે. અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરી જશે.

11 Hell and destruction are before the LORD: how much more then the hearts of the children of men?શેઓલ તથા અબદોનયહોવા સમક્ષ ખુલ્લાં છે. તો માણસોનાં હૃદય કેટલાં વિશેષખુલ્લાં હોવાં જોઇએ!

12 A scorner loveth not one that reproveth him: neither will he go unto the wise.તુ માખી રાખનારને કોઇ ઠપકો આપે તે ગમતું નથી. અને તે જ્ઞાની વ્યકિતની પાસે જવા પણ ઇચ્છતો નથી.

13 A merry heart maketh a cheerful countenance: but by sorrow of the heart the spirit is broken.જો અંતરમાં આનંદ હોય તો ચહેરો પ્રફુલ્લિત રહે છે. પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.

14 The heart of him that hath understanding seeketh knowledge: but the mouth of fools feedeth on foolishness.જ્ઞાની વ્યકિત જ્ઞાનની ઇચ્છા રાખે છે. પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઇ છે.

15 All the days of the afflicted are evil: but he that is of a merry heart hath a continual feast.દરરોજ કોઇ વ્યકિત મુશ્કેલીમાં મૂકાય તો તે બહુ ખરાબ છે. પણ સુખી હૃદય એ સતત ચાલતી ઊજવણી છે.

16 Better is little with the fear of the LORD than great treasure and trouble therewith.મુશ્કેલીઓ સાથેની વિપુલ સંપતિ કરતાં યહોવા પ્રત્યેના ભયની સાથે થોડું ધન હોવું વધારે ઉત્તમ છે.

17 Better is a dinner of herbs where love is, than a stalled ox and hatred therewith.સરસ માંસ ધિક્કારથી ખાવાં કરતા સાદા શાકભાજી પ્રેમથી ખાવા વધારે સારા છે.

18 A wrathful man stirreth up strife: but he that is slow to anger appeaseth strife.ગરમ મિજાજનો વ્યકિત કજિયા ઊભા કરે છે. પણ ધીરજવાન વ્યકિત બોલાચાલીને શાંત પાડે છે.

19 The way of the slothful man is as an hedge of thorns: but the way of the righteous is made plain.આળસુ વ્યકિતનો માર્ગ કાંટાથી ભરાઇ ગયો છે; પણ સજ્જનનો માર્ગ વિઘ્નોથી મુકત છે.

20 A wise son maketh a glad father: but a foolish man despiseth his mother.ડાહ્યો પુત્ર પિતાને સુખ આપે છે, પણ મૂર્ખ પુત્ર પોતાની માતાને ધિક્કારે છે.

21 Folly is joy to him that is destitute of wisdom: but a man of understanding walketh uprightly.અજ્ઞાનીને મૂર્ખાઇ આનંદરુપ લાગે છે; પણ બુદ્ધિમાન માણસ સીધે રસ્તે ચાલે છે.

22 Without counsel purposes are disappointed: but in the multitude of counsellors they are established.સલાહ વગરની યોજના ધૂળમાં મળે છે, પરંતુ અનેક સલાહકાર હોય તો તે સફળ થાય છે.

23 A man hath joy by the answer of his mouth: and a word spoken in due season, how good is it!પોતાના હાજરજવાબીપણાથી વ્યકિત ખુશ થાય છે; યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!

24 The way of life is above to the wise, that he may depart from hell beneath.જ્ઞાની માણસ માટે એક જીવન તરફ જતો રસ્તો છે જે તેને શેઓલતરફ જતા રસ્તેથી પાછો વાળે છે.

25 The LORD will destroy the house of the proud: but he will establish the border of the widow.યહોવા અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.

26 The thoughts of the wicked are an abomination to the LORD: but the words of the pure are pleasant words.દુષ્ટ લોકોની યોજનાઓથી યહોવા ધિક્કારે છે, પરંતુ તેમની દ્રષ્ટિએ દયાળુ શબ્દો પવિત્ર છે.

27 He that is greedy of gain troubleth his own house; but he that hateth gifts shall live.જે લોભી છે તે પોતાના કુટુંબને માથે આફત નોતરે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તે શાંતિથી જીવે છે.

28 The heart of the righteous studieth to answer: but the mouth of the wicked poureth out evil things.સજ્જન જવાબ આપતાં પહેલાં વિચાર કરે છે, પણ દુર્જન પોતાના મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે.

29 The LORD is far from the wicked: but he heareth the prayer of the righteous.યહોવા પોતાને દુર્જનથી દૂર રાખે છે, પણ તે સજ્જનની પ્રાર્થના સાંભળે છે.

30 The light of the eyes rejoiceth the heart: and a good report maketh the bones fat.આંખોની ચમક જોઇ હૃદયને આનંદ થાય છે. અને શુભ સમાચાર હાડકાને તંદુરસ્ત બનાવે છે.

31 The ear that heareth the reproof of life abideth among the wise.જીવનપ્રદ શિખામણ સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.

32 He that refuseth instruction despiseth his own soul: but he that heareth reproof getteth understanding.શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે. પણ સુધરવા માટેની શિક્ષા સાંભળનાર સમજણ મેળવે છે.

33 The fear of the LORD is the instruction of wisdom; and before honour is humility.યહોવાથી ડરીને ચાલવું એ જ જ્ઞાનની સૂચના છે; સન્માન પામતાં પહેલા નમ્ર બનવું જરૂરી છે.

Gujarati Bible