Proverbs 14 - WEB (Gujarati)

1 Every wise woman builds her house, But the foolish one tears it down with her own hands.દરેક ડાહી સ્ત્રી પોતાનું ઘર ઊભું કરે છે, પણ એક મૂર્ખ સ્ત્રી તેણીના પોતાને હાથે તેનો નાશ કરેે છે.

2 He who walks in his uprightness fears Yahweh, But he who is perverse in his ways despises him.જે પોતાની વિશ્વસનીયતામાં ચાલે છે તે યહોવાનો ડર રાખે છે. પણ જેના માગોર્ વાંકા છે તે તેને ધિક્કારે છે.

3 The fool's talk brings a rod to his back, But the lips of the wise protect them.મૂર્ખના મોઢામાં અભિમાનનો દંડો છે, પણ જ્ઞાની વ્યકિતની વાણી રક્ષણ કરે છે.

4 Where no oxen are, the crib is clean, But much increase is by the strength of the ox.બળદ ન હોય તો ગભાંણ સાફ જ રહે છે. પરંતુ મબલખ પાક બળદના બળથી જ પાકે છે.

5 A truthful witness will not lie, But a false witness pours out lies.સાચો સાક્ષી જૂઠું બોલે નહિ, પણ જૂઠો સાક્ષી શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે.

6 A scoffer seeks wisdom, and doesn't find it, But knowledge comes easily to a discerning person.હાંસી ઉડાવનાર જ્ઞાન શોધે છે પણ પામતો નથી, ડાહી વ્યકિત પાસે જ્ઞાન સહેલાઇથી આવે છે.

7 Stay away from a foolish man, For you won't find knowledge on his lips.મૂર્ખ માણસથી આઘા રહેવું, તેની પાસે તને જ્ઞાની શબ્દો સાંભળવા નહિ મળે,

8 The wisdom of the prudent is to think about his way, But the folly of fools is deceit.ડાહ્યા માણસનું ડહાપણ, વિચારીને કાળજી પૂર્વક પગ મૂકવામાં છે, પણ મૂર્ખની મૂર્ખાઇ તેને ગેરમાગેર્ દોરે છે.

9 Fools mock at making atonement for sins, But among the upright there is good will.મૂર્ખ પ્રાયશ્ચિતને હસવામાં ઉડાવે છે, પણ ભલા માણસો દેવની કૃપા મેળવે છે.

10 The heart knows its own bitterness and joy; He will not share these with a stranger.જ્યારે કોઇ વ્યકિતનું હૃદય વ્યથિત હોય છે ત્યારે ફકત તે વ્યકિતજ તેનું દુ:ખ અનુભવે છે. એ જ રીતે, જ્યારે કોઇ વ્યકિત સુખી હોય છે ત્યારે કોઇ અજાણ્યો તેના સુખમાં જોડાઇ શકતો નથી.

11 The house of the wicked will be overthrown, But the tent of the upright will flourish.દુર્જનનું ઘર બરબાદ થઇ જશે, પણ સજ્જન વ્યકિતના તંબૂ સમૃદ્ધ થશે.

12 There is a way which seems right to a man, But in the end it leads to death.એક રસ્તો એવો છે જે વ્યકિતને લાગે છે કે તે સારો છે, પણ અંતે તો મોતનો રસ્તો નિવડે છે.

13 Even in laughter the heart may be sorrowful, And mirth may end in heaviness.એવું પણ બની શકે કે જ્યારે વ્યકિત હસતી હોય, ત્યારે તેનું હૃદય વ્યથિત હોય અને હર્ષનો અંત શોકમાં આવે છે.

14 The unfaithful will be repaid for his own ways; Likewise a good man will be rewarded for his ways.દુષ્ટ વ્યકિત તેના કુકમોર્ની સજા ભોગવે છે અને ભલી વ્યકિત પોતાનાં કમોર્નું ફળ માણે છે.

15 A simple man believes everything, But the prudent man carefully considers his ways.જ્ઞાની માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ જોઇ જોઇને પગ મૂકે છે.

16 A wise man fears, and shuns evil, But the fool is hotheaded and reckless.જ્ઞાની માણસ ચેતતો રહે છે અને આફતને ટાળે છે, પણ મૂર્ખ હેતુ વિહીન છે અને વધુ પડતો વિશ્વાસ ધરાવે છે.

17 He who is quick to become angry will commit folly, And a crafty man is hated.જલ્દી ક્રોધ કરનાર મૂર્ખાઇ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.

18 The simple inherit folly, But the prudent are crowned with knowledge.ભોળા લોકો મૂર્ખાઇનો વારસો પામે છે; પણ ડાહ્યા લોકોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.

19 The evil bow down before the good, And the wicked at the gates of the righteous.દુર્જનોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, તેમને સદાચારીઓને બારણે નમવું પડે છે.

20 The poor person is shunned even by his own neighbor, But the rich person has many friends.ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા લોકો ચાહે છે.

21 He who despises his neighbor sins, But blessed is he who has pity on the poor.બીજાને હલકા ગણનાર પાપમાં પડે છે, પણ ગરીબ પર દયા કરનાર સુખ પામે છે.

22 Don't they go astray who plot evil? But love and faithfulness belong to those who plan good.ભૂંડી યોજનાઓ ઘડનાર ભૂલા પડે છે, સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય મળે છે.

23 In all hard work there is profit, But the talk of the lips leads only to poverty.જ્યાં મહેનત ત્યાં બરકત છે; પણ ખાલી વાતો જ થાય ત્યાં દળદર લાવનારી છે.

24 The crown of the wise is their riches, But the folly of fools crowns them with folly.જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે. મૂર્ખાઇ એ મૂખોર્ માટેનો બદલો છે.

25 A truthful witness saves souls, But a false witness is deceitful.સાચો સાક્ષી જીવ બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણા શ્વસે છે.

26 In the fear of Yahweh is a secure fortress, And he will be a refuge for his children.યહોવાનાં ભયમાં ઢ વિશ્વાસ સમાયેલો છે. તેનાં સંતાનને તે આશ્રય આપે છે.

27 The fear of Yahweh is a fountain of life, Turning people from the snares of death.મોતના ફાંસલામાંથી છૂટી જવાને માટે યહોવાનો ભય જીવન સ્ત્રોત છે.

28 In the multitude of people is the king's glory, But in the lack of people is the destruction of the prince.ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે; પણ પ્રજા વગર શાસક નાશ પામે છે.

29 He who is slow to anger has great understanding, But he who has a quick temper displays folly.જેનામાં વધારે ધીરજ છે તે વધારે સમજુ છે, પણ ઝટ ગુસ્સે થનાર મૂર્ખાઇનું પ્રદર્શન કરે છે.

30 The life of the body is a heart at peace, But envy rots the bones.હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઇર્ષ્યા હાડકાનો સડો છે.

31 He who oppresses the poor shows contempt for his Maker, But he who is kind to the needy honors him.ગરીબને રંજાડનાર તેના સર્જનહારનું અપમાન કરે છે. પણ ગરીબ ઉપર રહેમ રાખનાર તેને સન્માને છે.

32 The wicked is brought down in his calamity, But in death, the righteous has a refuge.જ્યારે મુશ્કેલીઓ આવે છે, દુરાચારીનું પતન થાય છે પરંતુ ન્યાયી વ્યકિત પોતાના મૃત્યુમાં પણ આશા રાખે છે.

33 Wisdom rests in the heart of one who has understanding, And is even made known in the inward part of fools.બુદ્ધિમાન હૃદયમાં જ્ઞાન વસે છે, તે મૂર્ખની વચ્ચે પણ જાણીતું છે.

34 Righteousness exalts a nation, But sin is a disgrace to any people.ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે.

35 The king's favor is toward a servant who deals wisely, But his wrath is toward one who causes shame.બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ નિર્લજ્જ સેવકો પર તેનો રોષ ઉતરે છે.

Gujarati Bible