Numbers 34 - WEB (Gujarati)

1 Yahweh spoke to Moses, saying,યહોવાએ મૂસાને કહ્યું,

2 Command the children of Israel, and tell them, When you come into the land of Canaan (this is the land that shall fall to you for an inheritance, even the land of Canaan according to the borders of it),“ઇસ્રાએલીઓને તું આ પ્રમાંણે આજ્ઞા કર: હવે તમે કનાનના પ્રદેશમાં દાખલ થશો, તમાંરા તાબામાં આવનાર એ પ્રદેશની સરહદ આ પ્રમાંણે છે:

3 then your south quarter shall be from the wilderness of Zin along by the side of Edom, and your south border shall be from the end of the Salt Sea eastward;એનો દક્ષિણ છેડો અદોમની સરહદે આવેલા સીનના રણ આગળ પૂરો થાય છે.

4 and your border shall turn about southward of the ascent of Akrabbim, and pass along to Zin; and the goings out of it shall be southward of Kadesh-barnea; and it shall go forth to Hazar Addar, and pass along to Azmon;એની દક્ષિણની સરહદ પૂર્વમાં મૃત સમુદ્રના છેડાથી શરૂ થઈ દક્ષિણમાં આક્રાબ્બીમ ઘાટ સુધી જઈ સીનમાં થઈને દક્ષિણમાં કાદેશ-બાર્નેઆ સુધી જાય છે.

5 and the border shall turn about from Azmon to the brook of Egypt, and the goings out of it shall be at the sea.ત્યાંથી તે હસાર આદાર થઈને છેક આસ્મોન સુધી જશે. ત્યાંથી મિસરના કોતર તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે.

6 For the western border, you shall have the great sea and the border [of it]: this shall be your west border.ભૂમધ્ય સમુદ્ર એ તમાંરી પશ્ચિમ સરહદ હશે.

7 This shall be your north border: from the great sea you shall mark out for you Mount Hor;તમાંરી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી જશે.

8 from Mount Hor you shall mark out to the entrance of Hamath; and the goings out of the border shall be at Zedad;ત્યાંથી લબોહમાંથ થઈને સદાદ સુધી જશે.

9 and the border shall go forth to Ziphron, and the goings out of it shall be at Hazar Enan: this shall be your north border.ત્યાંથી એ ઝિફ્રોન થઈને હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમાંરી ઉત્તરની સરહદ થશે.

10 You shall mark out your east border from Hazar Enan to Shepham;તમાંરી પૂર્વની સરહદ હસાર એનાનથી શરૂ થઈ શક્રામ જશે.

11 and the border shall go down from Shepham to Riblah, on the east side of Ain; and the border shall go down, and shall reach to the side of the sea of Chinnereth eastward;શક્રામથી એ આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ થઈ નીચે ઊતરી કિન્નેરેથના સરોવરના પૂર્વ કિનારે પહોંચશે.

12 and the border shall go down to the Jordan, and the goings out of it shall be at the Salt Sea. This shall be your land according to the borders of it round about.ત્યાંથી એ સરહદ યર્દનને કિનારે આગળ વધી મૃત સમુદ્ર આગળ પૂરી થશે. આ થઈ તમાંરા દેશની ચારે દિશાની સરહદો.”

13 Moses commanded the children of Israel, saying, This is the land which you shall inherit by lot, which Yahweh has commanded to give to the nine tribes, and to the half-tribe;મૂસાએ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આજ્ઞા આપી, “આ પ્રદેશ તમાંરે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવાનો છે, યહોવાએ એ પ્રદેશ નવ આખા અને એક અડધા કુળસમૂહોને સોંપી દેવા જણાવ્યું છે.

14 for the tribe of the children of Reuben according to their fathers' houses, and the tribe of the children of Gad according to their fathers' houses, have received, and the half-tribe of Manasseh have received, their inheritance:રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને વારસો વહેંચી આપવામાં આવ્યો છે.

15 the two tribes and the half-tribe have received their inheritance beyond the Jordan at Jericho eastward, toward the sunrise.યરીખોની સામે યર્દન નદીની પૂર્વ તરફનો પ્રદેશ તેઓને આપ્યો છે.”

16 Yahweh spoke to Moses, saying,યહોવાએ મૂસાને કહ્યું,

17 These are the names of the men who shall divide the land to you for inheritance: Eleazar the priest, and Joshua the son of Nun.“નીચેના માંણસો તને જમીનની વહેંચણીમાં મદદ કરશે; યાજક એલઆઝાર અને નૂનનો પુત્ર યહોશુઆ.

18 You shall take one prince of every tribe, to divide the land for inheritance.ઉપરાત જમીન વહેંચણી માંટે તેઓને મદદ કરવા તારે દરેક કુળસમૂહમાંથી એક આગેવાન લેવો.

19 These are the names of the men: Of the tribe of Judah, Caleb the son of Jephunneh.એમનાં નામ આ પ્રમાંણે છે:યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ,

20 Of the tribe of the children of Simeon, Shemuel the son of Ammihud.શિમયોનના કુળસમૂહમાંથી આમ્મીહુદનો પુત્ર શિમયોન.

21 Of the tribe of Benjamin, Elidad the son of Chislon.બિન્યામીનના કુળસમૂહમાંથી કિસ્લોનનો પુત્ર અલીદાદ.

22 Of the tribe of the children of Dan a prince, Bukki the son of Jogli.દાનના કુળસમૂહમાંથી યોગ્લીનો પુત્ર બુક્કી,

23 Of the children of Joseph: of the tribe of the children of Manasseh a prince, Hanniel the son of Ephod.યૂસફના વંશજ મનાશ્શાના કુળસમૂહમાંથી એફોદનો પુત્ર હાન્નીએલ

24 Of the tribe of the children of Ephraim a prince, Kemuel the son of Shiphtan.એફ્રાઈમના કુળસમૂહમાંથી શિફાટાનનો પુત્ર કમુએલ,

25 Of the tribe of the children of Zebulun a prince, Elizaphan the son of Parnach.ઝબુલોનના કુળસમૂહમાંથી પાર્નાખનો પુત્ર અલીસાફાન.

26 Of the tribe of the children of Issachar a prince, Paltiel the son of Azzan.ઈસ્સાખારના કુળસમૂહમાંથી અઝઝાનનો પુત્ર પાલ્ટીએલ.

27 Of the tribe of the children of Asher a prince, Ahihud the son of Shelomi.આશેરના કુલસમૂહમાંથી શલોમીનો પુત્ર આહીહૂદ,

28 Of the tribe of the children of Naphtali a prince, Pedahel the son of Ammihud.નફતાલીના કુળસમૂહમાંથી આમ્મીહૂદનો પુત્ર પદાહએલ.”

29 These are they whom Yahweh commanded to divide the inheritance to the children of Israel in the land of Canaan.કનાન પ્રદેશમાં કુળો મધ્યે ઇસ્રાએલીઓને જમીન વહેંચવા માંટે આ માંણસોની નિમણૂક મેં કરી છે.

Gujarati Bible