Numbers 17 - WEB (Gujarati)
1 Yahweh spoke to Moses, saying,પછી યહોવાએ મૂસાને કહ્યું,
2 Speak to the children of Israel, and take of them rods, one for each fathers' house, of all their princes according to their fathers' houses, twelve rods: write you every man's name on his rod.“તું ઇસ્રાએલી લોકોને કહે કે તેમના કુળસમૂહના આગેવાનો તને કુળદીઠ એક એટલે એકંદરે બાર લાકડીઓ આપે. દરેકની લાકડી પર તેમનું નામ કોતરાવવું.
3 You shall write Aaron's name on the rod of Levi; for there shall be one rod for each head of their fathers' houses.લેવીના કુળસમૂહની લાકડી પર હારુનનું નામ કોતરાવવું; કારણ કે લેવીના વંશની પણ એક જ લાકડી હોય.
4 You shall lay them up in the tent of meeting before the testimony, where I meet with you.પછી હું તેને મુલાકાત મંડપમાં કરારકોશ સમક્ષ મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી.
5 It shall happen, that the rod of the man whom I shall choose shall bud: and I will make to cease from me the murmurings of the children of Israel, which they murmur against you.મેં જે માંણસને પસંદ કર્યો છે તેની લાકડીને કળીઓ ફૂટશે. આ રીતે હું ઇસ્રાએલી પ્રજાની તારી સામેની ફરિયાદોનો અંત લાવીશ.”
6 Moses spoke to the children of Israel; and all their princes gave him rods, for each prince one, according to their fathers' houses, even twelve rods: and the rod of Aaron was among their rods.મૂસાએ ઇસ્રાએલીઓને વાત કરી, તેથી કુળસમૂહોના આગેવાનો તેની પાસે પોતપોતાની લાકડી લાવ્યા. અને હારુનની લાકડી પણ તે લાકડીઓ સાથે મૂકી.
7 Moses laid up the rods before Yahweh in the tent of the testimony.મૂસાએ એ લાકડીઓ મુલાકાત મંડપની અંદરની સાક્ષ્યમંડપમાં યહોવા સમક્ષ મૂકી.
8 It happened on the next day, that Moses went into the tent of the testimony; and, behold, the rod of Aaron for the house of Levi was budded, and put forth buds, and produced blossoms, and bore ripe almonds.બીજે દિવસે જયારે મૂસા અંદર ગયો ત્યારે લેવીના કુળનું પ્રતિનિધિત્વ કરતી હારુનની લાકડીને કળીઓ બેઠી હતી. ફૂલ ખીલ્યાં હતાં, અને પાકી બદામો પણ લાગી હતી.
9 Moses brought out all the rods from before Yahweh to all the children of Israel: and they looked, and took every man his rod.મૂસાએ યહોવા આગળથી એ લાકડીઓ બહાર લાવીને બધા ઇસ્રાએલીઓને બતાવી. તેમણે લાકડી સામે જોયુ, પ્રત્યેક આગેવાન તેની લાકડી પાછી લઈ લીધી.
10 Yahweh said to Moses, Put back the rod of Aaron before the testimony, to be kept for a token against the children of rebellion; that you may make an end of their murmurings against me, that they not die.યહોવાએ મૂસાને કહ્યું, “હારુનની લાકડી પાછી કરાર સમક્ષ મૂકી દે. એ બંડખોર ઇસ્રાએલીઓ માંટે ચેતવણીરૂપ છે, જેથી માંરી વિરુદ્ધના તેમના આ કચવાટનો અંત આવે અને એમને મરવું પડે નહિ.”
11 Thus did Moses: as Yahweh commanded him, so did he.યહોવાએ જણાવ્યું હતું તે મુજબ મૂસાએ કર્યુ.
12 The children of Israel spoke to Moses, saying, Behold, we perish, we are undone, we are all undone.છતાં ઇસ્રાએલી પ્રજાએ મૂસા સમક્ષ ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું: “આપણે જાણીએ છીએ કે આપણું મૃત્યુ નિશ્ચિત છે, આપણે ગુમાંવેલાં છીએ! આપણો બધાનો વિનાશ થશે.
13 Everyone who comes near, who comes near to the tent of Yahweh, dies: shall we perish all of us?જે કોઈ યહોવાનાં પવિત્ર સ્થાનની નજીક જાય છે, તેનું મૃત્યુ થાય છે. તો શું અમે બધા આમ જ મરી જવાના? શું અમાંરા સર્વનો નાશ થશે?”
Gujarati Bible