2 Chronicles 35 - WEB (Gujarati)

1 Josiah kept a Passover to Yahweh in Jerusalem: and they killed the Passover on the fourteenth [day] of the first month.ત્યારબાદ યોશિયાએ જાહેર કર્યુ કે એપ્રિલ મહિનાના ચૌદમા દિવસે યરૂશાલેમમાં પાસ્ખાપર્વ ઉજવવામાં આવશે. તે સાંજે પાસ્ખાના હલવાનો વધ કરવામાં આવ્યો.

2 He set the priests in their offices, and encouraged them to the service of the house of Yahweh.તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નીમ્યા અને તેમને યહોવાના મંદિરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું.

3 He said to the Levites who taught all Israel, who were holy to Yahweh, Put the holy ark in the house which Solomon the son of David king of Israel did build; there shall no more be a burden on your shoulders: now serve Yahweh your God, and his people Israel.પછી તેણે લેવીઓ, જેઓ યહોવાને સમપિર્ત ઇસ્રાએલના બોધ કરનાર હતા તેમને કહ્યું કે, “ઇસ્રાએલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા મંદિરમાં પવિત્ર કોશ મૂકો. હવે એને તમારે ખભે ઉપાડવાની જરૂર નથી, હવે તમે યહોવા તમારા દેવની અને તેના લોકો, ઇસ્રાએલીઓની સેવા કરો;

4 Prepare yourselves after your fathers' houses by your divisions, according to the writing of David king of Israel, and according to the writing of Solomon his son.ઇસ્રાએલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે કુટુંબવાર ટૂકડીઓમાં ગોઠવાઇ જાઓ. જેથી

5 Stand in the holy place according to the divisions of the fathers' houses of your brothers the children of the people, and [let there be for each] a portion of a fathers' house of the Levites.સામાન્ય પ્રજાજનોના પ્રત્યેક કુળ સમૂહ દીઠ લેવીઓની એક ટૂકડી સેવામાં હોય.

6 Kill the Passover, and sanctify yourselves, and prepare for your brothers, to do according to the word of Yahweh by Moses.પાસ્ખાનો બલિ વધેરો, તમારી દેહશુદ્ધિ કરો અને તમારા ભાઇઓ માટે બધી તૈયારી કરો, જેથી તેઓ મૂસા મારફતે અપાયેલી યહોવાની આજ્ઞાનું પાલન કરી શકે.”

7 Josiah gave to the children of the people, of the flock, lambs and kids, all of them for the Passover offerings, to all who were present, to the number of thirty thousand, and three thousand bulls: these were of the king's substance.પાસ્ખાનાં અર્પણો માટે રાજાએ લોકોને 30,000 હલવાનો અને લવારાં આપ્યો. વળી 3,000 જવાન બળદો પણ આપ્યાં.

8 His princes gave for a freewill-offering to the people, to the priests, and to the Levites. Hilkiah and Zechariah and Jehiel, the rulers of the house of God, gave to the priests for the Passover offerings two thousand and six hundred [small cattle], and three hundred oxen.રાજાના અધિકારીઓએ રાજીખુશીથી યાજકોને અને લેવીઓને અને બાકીના લોકોને દાન આપ્યાં. મંદિરના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલે યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે 2,600 ઘેટાં અને બકરા તથા 300 બળદો આપ્યા.

9 Conaniah also, and Shemaiah and Nethanel, his brothers, and Hashabiah and Jeiel and Jozabad, the chiefs of the Levites, gave to the Levites for the Passover offerings five thousand [small cattle], and five hundred oxen.લેવીઓના આગેવાનો, કોનાન્યા, શમાયા, નથાનએલ, અને તેના ભાઇઓ હશાબ્યા, યેઇએલ, અને યોઝાબાદે પાસ્ખાનાં અર્પણો માટે લેવીઓને 5,000 ઘેટાંબકરા અને 500 બળદો આપ્યાં.

10 So the service was prepared, and the priests stood in their place, and the Levites by their divisions, according to the king's commandment.સેવાની વ્યવસ્થા કરતાં યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પોતપોતાની ટૂકડીઓમાં રાજાના હુકમ મુજબ ગોઠવાઇ ગયા. તેમણે પાસ્ખાના બલિનો વધ કરવા માંડ્યો;

11 They killed the Passover, and the priests sprinkled [the blood which they received] of their hand, and the Levites flayed them.તેઓએ પાસ્ખાના પશુઓની બલિ ચઢાવી લેવીઓ બલિ ચઢાવેલા પશુઓની ચામડી ઊતારતા હતા. પછી યાજકોએ લેવીઓએ આપેલું લોહી વેદી ઉપર છાંટયું.

12 They removed the burnt offerings, that they might give them according to the divisions of the fathers' houses of the children of the people, to offer to Yahweh, as it is written in the book of Moses. So did they with the oxen.અને દહનાર્પણમાં હોમવાના ભાગ જુદા પાડી સામાન્ય પ્રજાજનોના કુટુંબોને મૂસાનાં નિયમોમાં જણાવ્યા મુજબ યહોવાને ચઢાવવા માટે, વહેંચી આપતા હતા. એવું જ બળદોનું પણ કરવામાં આવ્યું.

13 They roasted the Passover with fire according to the ordinance: and the holy offerings boiled they in pots, and in caldrons, and in pans, and carried them quickly to all the children of the people.મૂસાના નિયમોમાં જણાવ્યા પ્રમાણે તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઇઓ અને તાવડાઓમાં ઉકાળી ઝટપટ પ્રજાને પીરસી દીધાં.

14 Afterward they prepared for themselves, and for the priests, because the priests the sons of Aaron [were busied] in offering the burnt offerings and the fat until night: therefore the Levites prepared for themselves, and for the priests the sons of Aaron.ત્યારબાદ તેમણે પોતાને માટે અને યાજકોને માટે ખાવાનું બનાવ્યું. યાજકો જે હારુનના વંશજો હતા તેઓ ખૂબ વ્યસ્ત હતા તેથી પોતાનું ખાવાનું બનાવવા અસમર્થ હતાં, તેઓ અંધારુ થાય ત્યાં સુધી દહનાર્પણો તથા મેંદાર્પણ ચઢાવતા હતા.

15 The singers the sons of Asaph were in their place, according to the commandment of David, and Asaph, and Heman, and Jeduthun the king's seer; and the porters were at every gate: they didn't need to depart from their service; for their brothers the Levites prepared for them.આસાફના કુળના ગાયકો, આસાફ, હેમાન, અને રાજાના ષ્ટા, યદૂથૂન દાઉદે ઠરાવેલા નિયમ મુજબ પોતાને સ્થાને ઊભા રહ્યાં, દ્વારપાળો પણ પોતપોતાને દરવાજે ઊભા રહ્યાં. તેમને પોતાનું સ્થાન છોડાવાની જરૂર નહોતી કારણ, તેમના ભાઇઓ લેવીઓએ તેમને માટે બધી તૈયારી કરી હતી.

16 So all the service of Yahweh was prepared the same day, to keep the Passover, and to offer burnt-offerings on the altar of Yahweh, according to the commandment of king Josiah.આ રીતે, તે દિવસે રાજા યોશિયાની આજ્ઞા પ્રમાણે યહોવાની સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવી, પાસ્ખાની ઉજવણી થઇ અને યહોવાની વેદી ઉપર દહનાર્પણ ચઢાવવામાં આવ્યું.

17 The children of Israel who were present kept the Passover at that time, and the feast of unleavened bread seven days.ત્યાં હાજર રહેલા ઇસ્રાએલીઓએ એ વખતે પાસ્ખાનું પર્વ અને બેખમીર રોટલીનો ઉત્સવ સાત દિવસ સુધી ઉજવ્યાં.

18 There was no Passover like that kept in Israel from the days of Samuel the prophet; neither did any of the kings of Israel keep such a Passover as Josiah kept, and the priests, and the Levites, and all Judah and Israel who were present, and the inhabitants of Jerusalem.પ્રબોધક શમુએલના વખતથી ઇસ્રાએલમાં કદી પાસ્ખાનું પર્વ આ રીતે ઊજવાયું નહોતું. ઇસ્રાએલના કોઇ પણ રાજાએ યોશિયાની પેઠે પાસ્ખાનું પર્વ યાજકો, લેવીઓ, હાજર રહેલા બધા યહૂદાવાસીઓ તથા ઇસ્રાએલવાસીઓ અને યરૂશાલેમના વતનીઓ સાથે કદી ઊજવ્યું નહોતું.

19 In the eighteenth year of the reign of Josiah was this Passover kept.યોશિયાના રાજ્યને અઢારમે વષેર્ આ પાસ્ખાપર્વ ઊજવવામાં આવ્યું હતું.

20 After all this, when Josiah had prepared the temple, Neco king of Egypt went up to fight against Carchemish by the Euphrates: and Josiah went out against him.આ બધું બન્યા પછી, જ્યારે યોશિયાએ મંદિર બાંધવાનું પૂરુ કરી નાખ્યું હતું ત્યારે, મિસરનો રાજા નખો યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો.

21 But he sent ambassadors to him, saying, What have I to do with you, you king of Judah? [I come] not against you this day, but against the house with which I have war; and God has commanded me to make haste: forbear you from [meddling with] God, who is with me, that he not destroy you.પરંતુ નખોએ એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે, “ઓ યહૂદાના રાજા, તારે ને મારે શો ઝઘડો છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારે દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું, અને યહોવાએ મને ઉતાવળ કરવા કહ્યું છે. દેવ મારા પક્ષે છે, તેની આડે આવીશ નહિ, નહિ તો તે તારો નાશ કરશે.”

22 Nevertheless Josiah would not turn his face from him, but disguised himself, that he might fight with him, and didn't listen to the words of Neco from the mouth of God, and came to fight in the valley of Megiddo.પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ. અને તેની સાથે લડવા માટે પોતે વેશપલટો કર્યો. દેવની આજ્ઞાથી ઉચ્ચારાયેલાં નખોના વચન તેણે કાન પર લીધાં નહિ, અને મગિદોના મેદાનમાં તે યુદ્ધે ચડ્યો.

23 The archers shot at king Josiah; and the king said to his servants, Have me away; for I am sore wounded.બાણાવળીઓએ તેના ઉપર મારો ચલાવ્યો અને તેણે પોતાના અંગરક્ષકોને કહ્યું, “મને લઇ જાઓ, હું સખત ઘવાયો છું.”

24 So his servants took him out of the chariot, and put him in the second chariot that he had, and brought him to Jerusalem; and he died, and was buried in the tombs of his fathers. All Judah and Jerusalem mourned for Josiah.તેઓ તેને તેના રથમાંથી ઉપાડી બીજા રથમાં મૂકી પાછો યરૂશાલેમ લઇ ગયા, ત્યાં તે મૃત્યુ પામ્યો અને તેને પિતૃઓની કબરોમાં દફનાવવામાં આવ્યો, સમગ્ર યહૂદાએ અને યરૂશાલેમે તેનો શોક પાળ્યો.

25 Jeremiah lamented for Josiah: and all the singing men and singing women spoke of Josiah in their lamentations to this day; and they made them an ordinance in Israel: and, behold, they are written in the lamentations.યમિર્યા પ્રબોધકે તથા મંદિરના ગાયકવૃંદે પણ તેના માટે વિલાપ કર્યો. આજ દિવસ સુધી તેના મૃત્યુ વિષે વિલાપના ગીતો ગવાય છે, અને આ ગીતો વિલાપના અધિકૃત પુસ્તકમાં નોંધેલા છે.

26 Now the rest of the acts of Josiah, and his good deeds, according to that which is written in the law of Yahweh,યોશિયાનાં બાકીનાં કૃત્યો, તથા યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે કરેલાં તેના સુકૃત્યો,

27 and his acts, first and last, behold, they are written in the book of the kings of Israel and Judah.તથા તેના બીજાં કામો, પહેલેથી તે છેલ્લે સુધી, ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલા છે.

Gujarati Bible